નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ સતત હાલાત બદલાઈ રહ્યા છે. આ જ ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન પર ભારત સરકારે એ નક્કી કરવાનું છે કે તેની રણનીતિ શું હશે. હાલ આ બેઠક દિલ્હીમાં ચાલુ છે. બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનને લઈને રાજકીય પક્ષોના નેતાઓને જાણકારી આપી.
સરકાર તરફથી બેઠકમાં પહોંચ્યા 6 મંત્રી
અફઘાનિસ્તાનને લઈને ચાલી રહેલી સર્વપક્ષીય બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર, વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ, વિદેશ રાજ્યમંત્રી મુરલીધરન અને કેન્દ્રીય મંત્રી અર્જૂન મેઘવાલ સામેલ છે.
Afghanistan: તાલિબાન સંકટ વચ્ચે કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ, અમેરિકાએ અલર્ટ જાહેર કર્યું
#WATCH Delhi | External Affairs Minister Dr S Jaishankar briefs all-party panel over the present situation in Afghanistan pic.twitter.com/AhyaggYDV1
— ANI (@ANI) August 26, 2021
પ્રમુખ વિપક્ષી દળોનાઆ નેતા સામેલ
કોંગ્રેસ- મલ્લિકાર્જૂન ખડગે, અધીર રંજન ચૌધરી અને આનંદ શર્મા
એનસીપી- શરદ પવાર
તૃણમૂલ કોંગ્રેસ- શુવેન્દુ શેખર રોય, સૌગત રાય
ડીએમકે- તિરુચિ શિવા
આરજેડી- પ્રેમચંદ ગુપ્તા
એઆઈએમઆઈએમ- અસદુદ્દીન ઓવૈસી
આમ આદમી પાર્ટી- એનડી ગુપ્તા
ટીડીપી- જયદેવ ભલ્લા
જેડી(એસ)- લલન સિંહ
બીજેડી- પ્રસન્ના આચાર્ય
સીપીઆઈ- વિય વિશ્વમ
શિવસેના- ગજાનન કીર્તિ
સપા- વિશ્વંભર પ્રસાદ નિષાદ
Turkish President ની ઈચ્છા પૂરી થઈ, તાલિબાને કાબુલ એરપોર્ટ ચલાવવા માટે મદદ માંગી, પરંતુ આ શરત પર
800થી વધુ લોકો અફઘાનિસ્તાનથી આવ્યા
અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવેલા લોકોની સંખ્યા 800થી વધુ થઈ ગઈ છે. કાબુલ પર તાલિબાનના કબજાના એક દિવસ બાદ 16 ઓગસ્ટથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ભારતે પોતાના આ અભિયાનનું નામ ઓપરેશન 'દેવી શક્તિ' રાખ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે